ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 4, 2024 2:40 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ સુવર્ણ મંદિરમાં સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલાની નિંદા કરી

આજે સવારે અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુખબીર સિંહ બાદલ પર એક વ્યક્તિએ ગોળી મારવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ બચી ગયા હતા. શ્રી બાદલ વ્હીલચેર પર બેસીને અકાલ તખ્ત દ્વારા સોંપવામાં આવેલી સેવા કરી રહ્યા હતા ત્યારે નારાયણ સિંઘ નામની વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવવા માટે તેની રિવોલ્વર કાઢી હતી.
જોકે, દરવાજા ઉપર ઉભેલા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સેવાદારોએ હુમલાખોરને પકડી લીધો હતો. જોકે હુમલાખોરે ચલાવેલી ગોળી દરવાજાની દિવાલને અથડાઈ હતી. હુમલાખોરને ઝડપીને પોલીસને હવાલે કરાયો હતો. ભૂતપૂર્વ સાંસદ અને શ્રી બાદલનાં પત્ની શ્રીમતી હરસિમરત કૌર બાદલ પણ સુવર્ણ મંદિર પહોંચ્યા હતા.
કેન્દ્રીય મંત્રી રવનિતસિંગ બિટ્ટુએ ઘટનામાં તપાસની માંગણી કરી હતી. કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ આ ઘટનાને વખોડી કાઢી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ