ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે એપીએમસી વંથલી ખાતે ટિફિન બેઠકમાં હાજર રહેશે, જેતપુર ખાતે ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી માંડવિયા બપોરે ગોંડલ ખાતે આવેલી નદી પર નિર્માણ પામનારા પૂલનું પણ ખાતમુહૂર્ત કરશે. આ દરમિયાન તેઓ ગોંડલના વિજયનગર ખાતે શહેરી જાહેર આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દાસી જીવણ સત્સંગ મંડળ ગોંડલ દ્વારા યોજાનારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ કાર્યક્રમમાં તેમજ ગોંડલના નાના શંકરપુરા ખાતે જળ એ જીવન લોકડાયરામાં પણ ઉપસ્થિત રહેશે. જ્યારે આવતીકાલે તેઓ સવારે ઉપલેટાના યુવાનો સાથે સાયકલિંગ કરશે. ત્યારબાદ ગોરસ સાંસદ કાર્યાલય ખાતે સવારથી બપોર સુધી સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી લોકપ્રશ્નો સાંભળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ