કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં સામેલ થવા માટે પંદર હજારથી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો વડનગરમાં આવ્યા છે.
પદયાત્રામાં સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજો, એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના 15,000થી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો સક્રિયપણે ભાગ લેશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ મંત્રીઓ આ ઐતિહાસિક કૂચમાં જોડાશે. યુવાનને સામેલ કરીને MY Bharat રજિસ્ટ્રેશન ડ્રાઈવ, થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ્સ જેવી પ્રવૃત્તિઓ સામેલ છે.
બંધારણીય મૂલ્યોને જાળવવા અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનમાં યુવાનોનાં મહત્ત્વ પર પણ આ યાત્રમાં ભાર મૂકાયો છે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:28 એ એમ (AM) | કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા