કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની મહત્વની ભૂમિકા છે.
ગઈકાલે અમદાવાદમાં ‘ઈમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવ 2024’માં બોલતા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત એક યુવા દેશ છે અને વિકસિત રાષ્ટ્રનું વિઝન હાંસલ કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે, પરંતુ યુવાનોની વિશેષ ભૂમિકા છે. શ્રી માંડવિયાએ યુવાનોને તેમના સંબંધિત ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા અને દેશ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા વિનંતી કરી હતી અને યુવાનોને કૌશલ્ય અને રોજગાર પ્રદાન કરવાની સરકારની પ્રતિબદ્ધતાની પણ પુનઃપુષ્ટિ કરી.
તેમણે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મુક્યો હતો અને યુવાનોને ‘મેરા ભારત પોર્ટલ’નો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન સંયુક્ત રાષ્ટ્રસંઘ ભારત, યુનિસેફ, યુનિસેફ યુથ અને એલિક્સિર ફાઉન્ડેશન દ્વારા મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 13, 2024 10:54 એ એમ (AM) | aakshvaninews