કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાજબી ભાવની દુકાનોને ‘જન પોષણ કેન્દ્ર’માં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો હતો.
આ પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ ૧૫ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોને ‘જન પોષણ કેન્દ્ર’માં પરિવર્તિત કરવામાં આવી હતી.દેશનાં ૪ રાજ્યોમાં વાજબી ભાવની ૬૦ દુકાનોને ‘જન પોષણ કેન્દ્ર’માં પરિવર્તિત કરવામાં આવી હોવાનું કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે આ દુકાનોનો લાભ ગ્રાહકોને જ નહિ દરેક દુકાનદારને પણ મળશે, અમૂલની પ્રોડક્ટ પણ આ દુકાનમાં મળતી થશે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:27 પી એમ(PM) | જન પોષણ કેન્દ્ર