કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને આવતીકાલે બજેટ રજૂ કરતાં પહેલા આજે લોકસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ દેશની નાણાકીય સ્થિતિનો મહત્વનો દસ્તાવેજ છે જેમાં દેશની વર્તમાન અને ભવિષ્યની આર્થિક સ્થિતિની વિગતો આપવામાં આવી છે.
અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થઇ હતી જેમાં લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંઘ સહિતના ચાર પૂર્વ સાંસદોના નિધન અંગે શોક ઠરાવ રજૂ કરીને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જીમ કાર્ટર જુનિયરના નિધન અંગે પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો..આ શોક ઠરવા બાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
જ્યારે રાજ્ય સભામાં પણ ફિલ્મ મેકર શ્યામ બેનેગલ અને પ્રતિશ નાંદીના નિધન અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 31, 2025 2:44 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને આવતીકાલે બજેટ રજૂ કરતાં પહેલા આજે લોકસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું
