કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે અમદાવાદમાં કેન્દ્રીય પેટ્રૉકેમિકલ્સ એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજી સંસ્થાન- સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સિપેટને ખેતી અને આરોગ્ય ક્ષેત્રમાં એડવાન્સ સંશોધન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, સ્ટૅન્ડ-અપ ઇન્ડિયા કે નવાચારને આગળ વધારવાની યોજનાથી સિપેટને નવી ઊર્જા મળી છે.
Site Admin | જાન્યુઆરી 20, 2025 8:29 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | India | news | newsupdate | topnews | અમદાવાદ | કેન્દ્રીય મંત્રી | જગત પ્રકાશ નડ્ડા | જે પી નડ્ડા