ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 22, 2025 2:30 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલ દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવી શકાશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કલ્પના કરવામાં આવી છે.
આજે નવી દિલ્હીમાં, દિલ્હી યુનિવર્સિટીના 101મા દીક્ષાંત સમારોહને સંબોધતા, શ્રી પ્રધાને ભાર મૂક્યો હતો કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ દ્વારા શક્ય છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ ભારતના વિઝનને આગળ વધારવા અપીલ કરી.
તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે દિલ્હી યુનિવર્સિટીની પ્રશંસા કરી, આશા વ્યક્ત કરી કે તે આગામી વર્ષોમાં દિલ્હીને જ્ઞાન કેન્દ્ર બનાવવામાં આગેવાની લેશે. શ્રી પ્રધાને એ પણ ઉલ્લેખ કર્યો કે દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ વિકસાવેલા સામાજિક કૌશલ્યો ભવિષ્યમાં તેમના માટે લાભ દાયક નીવડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ