કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ આજે કેશોદ ખાતે 6 કરોડ 51 લાખ રૂપિયાના 110 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ વિધાનસભા મતવિસ્તારના 68 લાખથી વધુના 19 વિકાસ કામોનું લોકાર્પણ તથા 5 કરોડ 82 લાખના ખર્ચે નિર્માણ થનાર 91 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ઘેડ પંથકમાં જે પૂરની સમસ્યા હતી, તેના નિરાકરણ માટેની યોજના બની ગઈ છે. આ વિસ્તારમાં નદી નાળા પહોળા કરવાની સાથે પાણીના યોગ્ય નિકાલ માટેનો પ્લાન બનાવવામાં આવ્યો છે. અંદાજે 450 કરોડના ખર્ચે ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:54 પી એમ(PM)