ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 8, 2025 2:00 પી એમ(PM) | ડૉ. મનસુખ માંડવિયા

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે.ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટ 2025નો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું.શ્રી માંડવિયાએ ઉમેર્યું કે ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે.આજે દેશમાં 1 લાખ 57 હજારથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે,જેમાંથી 48 ટકામાં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટરનો સમાવેશ થાય છે,જે સમૃદ્ધ અને સર્વ સમાવેશક સ્ટાર્ટઅપને પ્રતિબિંબિત કરે છે.તેમણે ઉમેર્યું કે ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનોલોજીને સંકલિત કરીને આ પહેલ ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક ઊભું કરશે.વર્ષ 2036ની ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી BIMSTEC, સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ