કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર BIMSTEC યુવા સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટનો ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે અનુભવોના આદાન-પ્રદાન અને યુવાનોની આગેવાની હેઠળની પહેલના આદાન-પ્રદાનને સુલભ બનાવવાનો છે.આ સમિટ સ્થાયી વિકાસ લક્ષ્યાંકોની પ્રગતિ પર સંવાદ માટે મંચ પ્રદાન કરશે. જેમાં BIMSTEC દેશોના 70 પ્રતિનિધિઓને એકમંચ પર લાવવામાં આવશે. દરેક સભ્ય દેશનું પ્રતિનિધિત્વ 10 યુવા પ્રતિનિધિઓ કરશે. જેમને મુખ્ય ક્ષેત્રોમાં તેમની કુશળતા માટે પસંદ કરવામાં આવશે, જે લક્ષિત ચર્ચાઓને પ્રોત્સાહન આપશે અને સમિટમાંથી અર્થપૂર્ણ પરિણામોમાં ફાળો આપશે.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 9:23 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર BIMSTEC યુવા સમિટનું ઉદ્ઘાટન કરશે
