યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત – ગમતમાં ભાગ લેવા લોકોને અપીલ કરી છે.
પ્રધાનમંત્રીની ફિટ ઈન્ડિયા ચળવળને આગળ વધારવાના મહત્ત્વ પર ભાર મૂક્તા શ્રી માંડવિયાએ જણાવ્યું કે, પોતાની તંદુરસ્તી જાળવવાની અને સક્રિય રહેવાની દરેક ભારતીયની ફરજ છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ એ માત્ર આપણા રમતવીરોનું સન્માન કરવાની તક નથી, પરંતુ રમતગમત આપણને સંતુલિત અને સ્વસ્થ જીવન જાળવવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે યાદ અપાવે છે.
શ્રી માંડવિયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીનું ખેલેગા ઈન્ડિયા તભી તો ખિલેગા ઈન્ડિયા વિઝન દેશને રમતગમત તરફ અગ્રેસર બનાવશે.