ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી હોવાનું જણાવ્યું

કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વની હોવાનું જણાવ્યું છે.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યોજાયેલા “ઇમ્પેક્ટ વિથ યૂથ” કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા શ્રી માંડવિયાએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશના વિકાસમાં યોગદાન આપવા યુવાનોને હાકલ કરી હતીદરમિયાન તેમણે યુવાનોને માય ભારત પૉર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે યુવાનોને અપીલ કરી હતી. શ્રી માંડવિયાએ ઉંમેર્યું, હાલમાં ભારત સરકારનું સંપૂર્ણ ધ્યાન દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં સમય અને શક્તિના રોકાણ પર કેન્દ્રિત છે.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીના હસ્તે યુથ આઇકોન યુવાનોને સન્માપત્ર એનાયત કરાયા હતા. યુનિસેફ સહિતની વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ