કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં અમેરિકા-ભારત નાગરિક પરમાણુ વાણિજ્ય સહકાર પર દ્વિપક્ષી બેઠકની અધ્યક્ષતા કરી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયે આજે જણાવ્યું હતું કે આ બેઠકમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જા સહિતના મહત્વના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધતા સહકાર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન, ડૉ. સિંહે જાહેરાત કરી હતી કે ગગનયાન મિશનમાંથી એક ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં જોડાવા માટે તૈયાર છે, જે ભારત- અમેરિકા અવકાશ સહયોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે વૈશ્વિક પુરવઠા સાંકળોને સુરક્ષિત કરવા માટે આ ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. આમાં ખાસ કરીને સેમિકન્ડક્ટર્સ, ફાર્માસ્યુટિકલ્સ અને સ્વચ્છ ઉર્જા ટેક્નોલોજી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ભારતના નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન અને અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન વચ્ચે સમાનતાઓ દોરતા, ડૉ. સિંઘે વૈજ્ઞાનિક સંશોધન અને નવીનતાને આગળ વધારવામાં બંને સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકાઓ પર પ્રકાશ પાડ્યો.
અમેરિકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અમેરિકાના પ્રમુખના આંતરરાષ્ટ્રીય આબોહવા નીતિના વરિષ્ઠ સલાહકાર જ્હોન પોડેસ્ટા અને અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના ડેપ્યુટી સેક્રેટરી ડેવિડ તુર્કે કર્યું હતું. બંને દેશોએ આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને તકનીકી પ્રગતિમાં વૈશ્વિક નેતૃત્વને વધારવામાં પરસ્પર હિત સાથે ઉભરતી તકનીકોમાં તેમના સહયોગને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા દોહરવી હતી.
Site Admin | ઓગસ્ટ 25, 2024 7:51 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં અમેરિકા-ભારત નાગરિક પરમાણુ વાણિજ્ય સહકાર પર દ્વિપક્ષી બેઠકની અધ્યક્ષતા કરી
