ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 30, 2025 3:28 પી એમ(PM) | ડૉ. જિતેન્દ્ર સિંહ

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “સુશાસન સંબંધિત ચર્ચા કરવા માટે ગુજરાત સિવાય અન્ય કોઈ ઉત્તમ સ્થાન નથી

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “સુશાસન સંબંધિત ચર્ચા કરવા માટે ગુજરાત સિવાય અન્ય કોઈ ઉત્તમ સ્થાન નથી.” ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર 2 દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતાં શ્રી સિંહે આ મુજબ જણાવ્યું હતું.
આ પહેલાં સુશાસન અંગેની રાષ્ટ્રીય પરિસદ અંગે કેન્દ્ર સરકારના D.A.R.P.G.ના સચિવ વી. શ્રીનિવાસને પત્રકાર પરિસદમાં જણાવ્યું કે, આ વર્ષની પહેલી રાષ્ટ્રીય પરિસદમાં દેશના તમામ રાજ્યમાંથી 100થી વધુ અધિકારી ભાગ લઈ રહ્યા છે. દરમિયાન આગામી 2 દિવસ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સ્વાગત કાર્યક્રમ અને સુશાસનને સરળ કરવા સમયસર કાર્ય અંગે ચર્ચા કરાશે. વર્ષ 2014થી અત્યાર સુધી આવી 28 પરિસદ યોજાઈ ગઈ છે. શ્રી શ્રીનિવાસને ઉમેર્યું, રાજ્ય સરકાર જાહેર વહીવટી ક્ષેત્રે સારું કામ કરી રહી છે અને તે બદલ અનેક પુરસ્કાર પણ મેળવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ