કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આવનારા મહિનાઓમાં પોતાનો મૂળભૂત નમૂનો તૈયાર કરશે. નવી દિલ્હીમાં આજે માધ્યમોને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું, ભારતનો મૂળભૂત નમૂનો વિશ્વના શ્રેષ્ઠ નમૂનાની બરાબરી વાળું હશે. તેમણે કહ્યું, ભારતના પોતાના A.I. એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો નમૂનો વિકસાવવા માટે દરખાસ્તોનું માળખું તૈયાર કરાયું છે. દેશમાં હવે સ્વદેશી A.I. અભિયાનને સમર્થન આપવા માટે 15 હજાર હાઈ-એન્ડ જીપીયુ ઉપલબ્ધ છે.
ડિપસીકની ગુપ્તતા સંબંધિત ચિંતાઓ અંગે શ્રી વૈષ્ણવે કહ્યું, તેને સંબંધિત માહિતી ભારતીય સર્વર ઉપર ટૂંક સમયમાં ઉપલબ્ધ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માનવું છે કે, આધુનિક ટેકનિક તમામ માટે ઉપલબ્ધ હોવી જોઈએ.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:56 પી એમ(PM) | મંત્રી અશ્વિની વૈષ્ણવે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આવનારા મહિનાઓમાં પોતાનો મૂળભૂત નમૂનો તૈયાર કરશે
