કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરના માણસામાં 244 કરોડ રૂપિયાના ખર્ચ નવનિર્માણ થનાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું.
આગામી ડિસેમ્બર માર્ચ સુધીમાં માણસા ખાતે મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન કરવામાં આવશે, તેમ પણ શ્રી શાહે જણાવ્યું હતું. રાજ્ય સરકાર 250 કરોડ રૂપિયાના ખર્ચે 425 પથારીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવાની છે. આ હોસ્પિટલ આવનારા 25 વર્ષ સુધી માણસાના નાગરિકોને સ્વાસ્થ્યને લગતી તમામ જરૂરીયાતો પૂરી કરશે. શ્રી શાહે એ માણસા નગરપાલિકાના વિવિધ 329 કરોડ રૂપિયાના કામોનું આજે ખાત મુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું
તેમણે ઉમેર્યુ હતું કે, માણસાનું ચંદ્રાસર તળાવનો ખુબ જ સરસ વિકાસ કરાયો છે ચંદ્રાસર, માલવ અને મલાડ તળાવ સાથે 16 તળાવને જોડવાનું કામ કરવામાં આવી છે. નર્મદાનું પાણી ઠાલવવાનું કામ આ વર્ષે કરવામાં આવ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, માણસાના એક પણ નાગરિકને આરોગ્ય સેવામાટે અમદાવાદ કે ગાંધીનગરના જવું પડે તેવા ઉંમદા આશયથી 244 કરોડ રૂપિયાના ખર્ચે અધ્યતન જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ હોસ્પિટલમાં કિડની, હૃદય જેવી અનેક અદ્યતન આરોગ્ય સુવિધાઓ આપવામાં આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર તાલુકાના પેથાપુર ખાતે 7 કરોડ 72 લાખના ખર્ચે તૈયાર થયેલ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:41 પી એમ(PM)