ગાંધીનગર ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો
આરંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય મંત્રીએ સેક્ટર-3 ન્યુની આંગણવાડીની મુલાકાત લઈ આંગણવાડીના ઈન્ફરાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, મંત્રીશ્રીએ ગુજરાત સહિત પાંચ રાજ્યમાં અમલી થનાર આ પ્રોજેકટનું નિરીક્ષણ કર્યું હતું અને સગર્ભા, ધાત્રીમાતાને પોષણક્ષમ પેકેટનું વિતરણ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારની આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના દ્રષ્ટિકોણને વધુ પ્રબળ બનાવવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Site Admin | ઓગસ્ટ 30, 2024 8:00 પી એમ(PM) | પોષણ ટ્રેકર એપ