ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 4, 2024 8:58 એ એમ (AM) | કેન્દ્રીય મંત્રીમંડળ

printer

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતને આંતરરાષ્ટ્રીય ઊર્જાક્ષમતા કેન્દ્રમાં સામેલ થવા માટેના ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતને આંતરરાષ્ટ્રીય ઊર્જાક્ષમતા કેન્દ્રમાં સામેલ થવા માટેના ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે. આ એક વૈશ્વિક મંચ છે, જે વિશ્વભરમાં સહયોગ અને ઊર્જાક્ષમતાને પ્રોત્સાહન આપવા સમર્પિત છે. આમાં ભારતની ભાગીદારીથી ઓછા કાર્બન વ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને ઊર્જા સંરક્ષણમાં મદદ મળશે. આ પગલું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસને અનુરૂપ છે તેમજ સતત વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્ચિની વૈષ્ણવે માધ્યમો સાથે સંવાદ કરતા કહ્યું કે, ‘આ નિર્ણયથી ભારતને વ્યૂહાત્મક ઊર્જા અભિગમો અને નવા સમાધાન પૂરા પાડતા 16 દેશના સમૂહ સુધી પહોંચ હાંસલ કરવામાં મદદ મળશે. તેમણે ઉંમેર્યું કે, દેશ ઊર્જા-કાર્યક્ષમતા તકનીકો અને અત્યાધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપીને આબોહવા પરિવર્તન સામે લડવાના વૈશ્વિક પ્રયાસોમાં પણ યોગદાન આપશે.
જુલાઈ 2024 સુધી અર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, જાપાન, રશિયા, સાઉદી આરબ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને બ્રિટન સહિત 16 દેશ આ કેન્દ્રમાં સામેલ થયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ