ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 1, 2025 6:57 પી એમ(PM) | મંત્રીમંડળ

printer

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને 69 હજાર 515 કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વીમો લીધેલા 88 ટકા ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો છે અને આ ખેડૂતોમાંથી 57 ટકા અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. મંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં ખેડૂતોને વીમા યોજના હેઠળ 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે, 2025ની પ્રથમ કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ