કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યના અમરેલી, ભુજ, બોટાદ, દાહોદ, ગાંધીધામ, જેતપુર નવાગઢ, પાટણ અને સુરેન્દ્રનગર દુધરેજમાં ત્રણ-ત્રણ ખાનગી એફએમ રેડિયોની સ્થાપના થશે.
આ નિર્ણયથી સ્થાનિક લોકોને માતૃભાષામાં થતાં સ્થાનિક પ્રસારણથી પ્રોત્સાહન મળશે. તેમ જ રોજગારની નવી તકનું સર્જન થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, મંત્રીમંડળના નિર્ણયથી બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં FM રેડિયો પહોંચી શકશે. તેમણે કહ્યું, જેનાથી સ્થાનિક પ્રતિભાઓ પર વિશેષ ધ્યાન અપાશે.
મંત્રીમંડળે કેન્દ્રીય ક્ષેત્રની યોજના જેવી કે કૃષિ આંતરમાળખા ભંડોળના વિસ્તરણને પણ મંજૂરી આપી છે. જેનાથી દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી પાયાની સુવિધાઓ મજબૂત બનશે અને ખેડૂતોને લાભ થશે. આ ભંડોળ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક લાખ કરોડ રૂપિયાની રકમની સાથે વર્ષ 2020માં બનાવવામાં આવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 28, 2024 7:10 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રીમંડળ