ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 1, 2025 7:35 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રીમંડળ

printer

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ – DAP ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ – DAP ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે. જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે DAPની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. આજે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ મીડિયાને આ માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખેડૂતોને 1 હજાર 350 રૂપિયાના ભાવે 50 કિલોની થેલી મળતી રહેશે. આ નિર્ણયથી અંદાજે 3 હજાર 850 કરોડનો વધારાનો બોજ પડશે, જે કેન્દ્ર સરકાર ઉઠાવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ