કેન્દ્રીય મંત્રીમંડળે આજે ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અનેતેમની આવક વધારવા કુલ 13 હજાર 966 કરોડ રૂપિયાનાં રોકાણ સાથેની સાતયોજનાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કુલ બે હજાર આઠ સો 17 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતા ડિજિટલ કૃષિ મિશનને પણ મંજૂરી આપી છે.
મંત્રીમંડળે ત્રણ હજાર 979 કરોડનાં કુલ ખર્ચે અન્ન અને પોષણ સલામતી યોજનાને પણ મંજૂરી આપી છે.સરકારે બે હજાર 291 કરોડ રૂપિયાનાં ખર્ચે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની બેઠકમાં એક હજાર 702 કરોડ રૂપિયાનાં ખર્ચે પશુધન આરોગ્ય અને વસતિ વૃધ્ધિ યોજનાને પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત, આઠ સો 60 કરોડ રૂપિયાનાં ખર્ચે બાગાયતના સતત વિકાસ કાર્યક્રમને, એક હજાર 115 કરોડ રૂપિયાનાં ખર્ચે પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાને મજબૂત કરવાનો પણ નિર્ણય લેવાયો છે.મંત્રીમંડળની આ બેઠકમાં 18 હજાર 36 કરોડ રૂપિયાનાં ખર્ચે મુંબઇ-ઇન્દોર વચ્ચે 309 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન યોજનાને પણ મંજૂરી આપવામાં આવી.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 7:44 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રીમંડળ | ખેડૂતો