રાજયભરના શિક્ષણવિદો અને સંશોધકોએ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના તાજેતરનાં નિર્ણયને આવકાર્યો છે. આકાશવાણી સાથે વાત કરતાં, ગુજરાત વિદ્યાપીઠના ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાના નિયામક ડૉ.દિવ્યેશ ભટ્ટે આ નિર્ણયને બિરદાવતા કહ્યું કે આ નિર્ણયથી સામાન્ય લોકો, શૈક્ષણિક જગત અને બૌદ્ધિક પ્રવૃત્તિઓનું આ ભાષાઓ પ્રત્યે ધ્યાન ખેંચાશે. ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે મંત્રીમંડળે શાસ્ત્રીય ભાષાઓની યાદીમાં આસામી, બંગાળી, મરાઠી, પાલી અને પ્રાકૃતના સમાવેશને મંજૂરી આપી હતી.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:23 પી એમ(PM)