કેન્દ્રીય મંત્રીઓ અને NDAના વિવિધ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર અને નવો ચીલો ચાતરતી ગણાવી છે.ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ મુલાકાત મોદીના મુત્સદ્દીગીરીના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે, જેણે છેલ્લા 10 વર્ષમાં ભારતનાં સાતત્યપૂર્ણ વિકાસમાં નવા દ્રષ્ટાંત પ્રસ્થાપિત કર્યા છે અને ભારતને વૈશ્વિક સ્તરે પરિવર્તનકારી ભૂમિકા અપાવી છે.શાહે એમ પણ કહ્યું હતું કે સફળ QUAD સમિટ,મોદી અને યુએસ મેગા કોમ્યુનિટી ઇવેન્ટ અને યુએન સમિટ ઓફ ધ ફ્યુચર વિશ્વભરમાં તેમની અજોડ લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વએ માત્ર એક રાષ્ટ્ર તરીકે જ નહીં પરંતુ માનવતાના ઉત્થાનમાં ભાગીદાર તરીકે ભારતની પ્રતિષ્ઠા વધારી છે.કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની મુલાકાત વ્યાપ અને પરિણામોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને નોંધપાત્ર રહી છે.તેમણે કહ્યું કે, લગભગ 55 કલાકમાં, પીએમ મોદીએ વિવિધ વિષયોને આવરી લીધા હતા.બિહારના મુખ્યમંત્રી અને જેડી(યુ)ના નેતા નીતીશ કુમારે કહ્યું કે બિહારના લોકો શ્રી મોદીની જાહેરાતો અને તેનાથી સર્જાયેલી નવી તકોથી ઉત્સાહિત છે.તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે લેવાયેલા નિર્ણયોથી અત્યાધુનિક ટેક્નોલોજીમાં રોકાણ વધશે અને વિકાસના નવા રસ્તા ખુલશે.આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને TDP નેતા એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે મોદીએ રાષ્ટ્રોના સમુદાયમાં ભારતની સ્થિતિ મજબૂત કરી છે અને સમુદાયો અને દેશોને એકસાથે લાવી નિર્વિવાદપણે એક ઊંચા વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની મુલાકાતે ફરી એક સાબિત કરી આપ્યું છે કે શા માટે તેઓ વૈશ્વિક રાજનેતા છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 2:05 પી એમ(PM) | અમેરિકાની મુલાકાત | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી