ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2024 2:48 પી એમ(PM) | આંધ્રપ્રદેશ

printer

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે. અધિક ગૃહ સચિવ સંજીવકુમાર જિંદાલના નેતૃત્વ હેઠળની આ ટીમ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરશે. અગાઉ, ટીમે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
દરમિયાન આંધ્ર પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડવા માટે-NDRF ની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીમાં કરી રહી છે. અત્યાર સુધીમાં NDRF એ 319 લોકોને બચાવ્યા છે અને લગભગ 12 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને રાહત પુરવઠો અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ