કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું છે કે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં લગભગ સાડા 5 કરોડ ટન વાંસ છે, જે દેશના કુલ સંસાધનોના 66 ટકા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીપુરીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય વાંસ મિશન ખેડૂતોની આવકમાં વધારો કરે છે.
આ સાથે, આ મિશન આબોહવા પરિવર્તન સામે લડે છે અને બાયો-ઈથેનોલને પણ પ્રોત્સાહન આપે છે. તેમણે માહિતી આપી કે ભારતની પ્રથમ 2-G ઇથેનોલ બાયો-રિફાઇનરી, નુમાલીગઢ રિફાઇનરી, વાંસમાંથી ઇથેનોલ બનાવવા માટે આસામમાં સ્થાપિત કરવામાં આવી છે. તેનાથી સ્થાનિક ખેડૂતો અને અર્થતંત્રને મદદ મળશે.