કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ, 27-28 જાન્યુઆરી દરમિયાન ઓમાનના પ્રવાસે જશે. તેઓ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ બિન મુસા અલ-યુસેફ સાથે 11મી સંયુક્ત કમિશન મીટિંગમાં હાજરી આપશે.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, “મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર અને રોકાણ તથા વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ પર વ્યાપક ચર્ચા કરશે. ફિક્કી અને ઓમાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે સંયુક્ત વ્યાપાર પરિષદની બેઠકમાં મંત્રી સાથે એક વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ ઓમાન જશે.”
મુલાકાત દરમિયાન, તેઓ ઓમાનના નાણામંત્રી અને સીઈપીએ માટે મંત્રી સમિતિના અધ્યક્ષ સુલતાન બિન સલીમ અલ હબ્સી, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ અને ફ્રી ઝોન્સ માટે જાહેર સત્તામંડળના અધ્યક્ષ શેખ ડૉ. અલી બિન મસૂદ અલ સુનૈદીને મળવા ઉપરાંત, ઓમાનના ઉદ્યોગના પ્રતિનિધિઓ અને ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.