કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના રજૂ કરી.
આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે ભારતના સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજના દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી સિંહે જણાવ્યું કે આ વ્યૂહરચના આદ્રભૂમિનું રક્ષણ અને દરિયાકાંઠાના વિસ્તારોના ટકાઉ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કાર્યયોજના વર્ષ 2030 સુધીમાં જૈવવિવિધતાના નુકસાનને રોકવા મહત્વની માર્ગદર્શિકા છે, જેમાં પર્યાવરણીય પડકારોનો સામનો કરવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.
આ યોજના પર્યાવરણીય પ્રણાલીની પુનઃસ્થાપના, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ કાર્યક્રમો અને સમુદાય-સંચાલિત સંરક્ષણ પ્રયાસો દ્વારા વિવિધ પડકારોનો સામનો કરવામાં મદદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે આ દસ્તાવેજ ગયા મહિનાની 30મી તારીખે જાહેર કરાયો હતો.
Site Admin | નવેમ્બર 3, 2024 1:54 પી એમ(PM) | કીર્તિવર્ધન સિંહે
કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના રજૂ કરી.