કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સાતત્યપૂર્ણ વિકાસ માટે ત્રણ આવશ્યક કાર્ય તરીકે ઉપયોગની માગ બદલવા,પૂરવઠા પ્રણાલીમાં સુધારો કરવા અને અસરકારક નીતિઓ લાગુ કરવા પર પણ ભાર મૂક્યો હતો.કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને મહારાષ્ટ્ર પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે બૉમ્બે ભારતીય પ્રોદ્યોગિક સંસ્થાન ખાતે યોજાયેલા આઈડિયાઝ ફૉર લાઈફ કાર્યક્રમમાં સંબોધનમાં મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ મુજબ જણાવ્યું હતું.
મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉંમેર્યું, આપણે બધાએ જવાબદાર નાગરિક તરીકે પર્યાવરણ પ્રત્યે મજબૂત ચેતના વિકસાવવી પડશે.સરકારે અક્ષય ઊર્જા લક્ષ્યાંકને નક્કી કરેલા સમયથી નવ વર્ષ પહેલા જ હાંસલ કરી લીધો છે.તેમ જ ખેતીમાં રસાયણના ઉપયોગને ઘટાડવા માટે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ પહેલ પણ શરૂ કરી છે. કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે આઈડિયાઝ ફૉર લાઈફ અંગે પોતાના વિચાર મોકલવાની તારીખ 15ઑક્ટોબર સુધી લંબાવી દીધી છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 2:46 પી એમ(PM) | ભૂપેન્દ્ર યાદવ