કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટના સંબંધમાં નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારોના હિસ્સેદારો સાથે સાતમા પૂર્વ-બજેટ પરામર્શની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં સચિવ,રોકાણ અને જાહેર મિલકત મેનેજમેન્ટ વિભાગના સચિવ DIPAM,આર્થિક બાબતોના વિભાગના સચિવો અને મુખ્ય આર્થિક સલાહકાર હાજર રહ્યા હતા.
અગાઉ સુશ્રી સીતારમણે રાજ્યો અનેકેન્દ્રશાસિત પ્રદેશોના નાણા પ્રધાનો, ઉદ્યોગ પ્રતિનિધિઓ, આરોગ્ય અનેશિક્ષણ ક્ષેત્રો, વિવિધ ખેડૂતસંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પૂર્વ-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતાકરી હતી. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ આ વર્ષે 1લી ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ થાય તેવી સંભાવનાછે . નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમી વાર બજેટ રજૂ કરશે.