કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણા મંત્રીએ જણાવ્યું કે, વિક્સિત ભારતનો સંકલ્પ સાકાર કરવા કુલ નવ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, યુવાનોમાં રોજગારી અને કાર્યકુશળતા વધારવા, માનવ સંસાધન વિકાસ, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં સુધારો, ઊર્જા સલામતી, સંશોધન અને વિકાસનો સમાવેશ થાય છે.
લોકસભામાં બજેટ રજૂ કરતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે, અનેક વૈશ્વિક અવરોધો છતાં ભારતીય અર્થતંત્રને નોંધપાત્ર દેખાવ કર્યો છે અને આગામી વર્ષોમાં સૌથી ઝડપથી વૃધ્ધિ પામતુ અર્થતંત્ર બનશે.
પ્રથમ નોકરી કરનાર કર્મચારી માટે નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેમાં સરકાર એક લાખ રૂપિયા સુધીની માસિક આવક ધરાવનાર કર્મચારીને ત્રણ હપ્તામાં રૂપિયા 15 હજાર સુધીનો માસિક પગાર જમા કરશે. આ યોજનાનો લાભ બે કરોડ યુવાનોને થશે.
દેશની પાંચ સો કંપનીઓમાં પાંચ કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ પર રાખવામા આવશે, જેમાં પાંચ હજાર રૂપિયા ભથ્થુ અને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
પગારદાર કરદાતાઓને રાહતમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.
ફેમિલી પેન્શનર્સ માટેનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર કરવામાં આવ્યું છે.
Site Admin | જુલાઇ 23, 2024 7:39 પી એમ(PM)
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું
