ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 18, 2024 7:54 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે આજે ભારતી યસ્ટેટ બેન્કની અકલ્પનીય વિકાસગાથાની પ્રશંસા કરી

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે આજે ભારતી યસ્ટેટ બેન્કની અકલ્પનીય વિકાસગાથાની પ્રશંસા કરી હતી. મુંબઈમાં ભારતીય સ્ટેટબેન્કના મુખ્ય શાખા ભવનના શતાબ્દી સમારોહમાં નાણામંત્રીએ કહ્યું કે, ‘ભારતની પ્રમુખ બેન્ક બનાવવા માટે ત્રણ પ્રમુખ બેન્કોનો વિલય કરાયો હતો, જે આજેભારતીય સ્ટેટ બેન્ક બની ગઈ છે. વર્ષ 1920ના દાયકામાં આ બેન્કની 250 શાખા હતી. આજેભારતીય સ્ટેટ બેન્કની 22 હજાર 500થી વધુ શાખા, 65 હજાર એટીએમ,85 હજાર બેન્કિંગ સંવાદદાતા અને 50 કરોડથી વધુ ગ્રાહક છે.’ શ્રીમતી સીતારમણે ઉમેર્યું કે, ‘ભારતીય સ્ટેટ બેન્ક ફૉર્ચ્યૂન 500માંસૂચિબદ્ધ એકમાત્ર ભારતીય બેન્ક છે.’આ પ્રસંગે નાણામંત્રીએ એક સ્મારક સિક્કો પણ જાહેર કર્યો હતો. ઉપરાંત તેમણેભારતીય સ્ટેટ બેન્કના વિકાસ ખંડ 5 શીર્ષકની એક પુસ્તક અને ભારતીય સ્ટેટ બેન્કનાવિકાસ ખંડ એક, બે, ત્રણ, ચાર અને પાંચ શીર્ષકના ઑડિયો બૂકનું પણ વિમોચન કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ