કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નવીદિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની બજેટ પછીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 પછી અને લોકસભાએ નાણા ખરડો પસાર કર્યાના દિવસો પછી યોજાઈ હતી.
બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું, બેન્કિંગ મામલે સરકાર જે નિયમમાં સુધારા લાવી રહી છે. તેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ સુધારાઓમાં સહકારી બેન્કિંગ ક્ષેત્ર સાથે સંબંધિત મહત્વપૂર્ણ પુન: ગોઠવણીનો સમાવેશ થાય છે.
Site Admin | ઓગસ્ટ 10, 2024 2:17 પી એમ(PM)