કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, સરકાર કોવિડ પછી મૂડી ખર્ચમાં વધુને વધુ રકમ ખર્ચ સાથે ભાર આપી રહી છે. તેમણે જણાવ્યું કે, અસરકારક મૂડી ખર્ચ 15.02 લાખ કરોડ રૂપિયા અથવા 2023-24માં 18 ટકાનો અંદાજ લગાવી શકાય છે.
કેન્દ્રીય નાણામંત્રી ગઇકાલે રાજ્યસભામાં નાણા ખરડો, વિનિયોગ ખરડો અને જમ્મુ-કાશ્મીર વિનિયોગ ખરડા અંગેની ચર્ચાનો જવાબ આપી રહ્યાં હતાં.
ચર્ચાની શરૂઆત કરતાં કૉંગ્રેસના સાંસદ વિવેક ટંખાએ કહ્યું, દેશમાં મહિલાઓ માટે ખાસ ટેક્સ સ્લેબ નથી. તેમણે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સમર્પિત કાર્યકારી સંકુલની માગણી કરી હતી.
ભાજપનાં રમીલાબેન બારાએ કહ્યું કે, આ બજેટ આર્થિક રીતે નબળા, ગ્રામજનો, યુવાનો અને મહિલાઓ માટે છે. તેમણે ઉંમેર્યું, નાણામંત્રીએ આ ખરડામાં મહિલાઓના લાભો માટે વિવિધ જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો છે.
દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ ડોલા સેને જીવન અને આરોગ્ય વીમા પર 18 ટકા વસ્તુ અને સેવા કર – GST પરત ખેંચવાની માગ કરી છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 11:26 એ એમ (AM) | નિર્મલા સીતારામ