ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ 2025-26માં કોઈપણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ 2025-26માં કોઈપણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો નથી.
રાજ્યસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં, શ્રીમતી સીતારમણે જણાવ્યું કે બજેટનો ઉદ્દેશ્ય ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિકાસને વેગ આપવાનો છે. મંત્રીએ કહ્યું કે વિપક્ષના દાવા મુજબ અસરકારક મૂડીખર્ચમાં કોઈ ઘટાડો થયો નથી. મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં, ભારત હવે ટોચની વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં પાંચમા ક્રમે છે. તેમણે કહ્યું કે આ બજેટ ખૂબ જ મુશ્કેલ સમય અને પડકારો દરમિયાન તૈયાર કરવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું સરકાર મોંઘવારી પર નિયંત્રણ મેળવવા શક્ય દરેક પ્રયાસ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ