ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજુ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજુ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. બજેટમાં 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્ષ નહિ લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેને કારણે સમગ્ર દેશમાં મધ્યમ વર્ગમાં બજેટને ભરપૂર આવકાર મળી રહ્યો છે.
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડ જિલ્લાના પારડીમાં કેન્દ્રીય બજેટ વિષય પર એક પ્રબુધ્ધ નાગરિક સંમેલનને સંબોધન કર્યું હતું .જેમાં વલસાડ જિલ્લાના સામાજિક અગ્રણીઓ વેપારીઓ ખેડૂતો સહિત સિનિયર સિટીઝન પણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બજેટમાં નિર્મલા સીતારમણે રજૂ કરેલા અને લોક કલ્યાણકારી યોજનાઓ અને જોગવાઈઓને લોકો વચ્ચે મૂકી અને બજેટની સમજ આપી હતી અને ગુજરાતના બજેટમાં પણ લોક કલ્યાણકારી કામો પર ધ્યાન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ