ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતરામણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ લઘુ અનેમધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી- આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કરાઈ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે.
લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રીએ જાહેરાત કરી કે, નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરાનાં સ્લેબ પ્રમાણે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ વેરો નહીં લાગે. 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરતાં પગારદાર વ્યક્તિની કુલ 12 લાખ 75000 સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નહીં લાગે.
સુશ્રી સીતારમણે નવી કર પ્રણાલિ હેઠળ આવકવેરાનાં નવા સ્લેબ દાખલ કર્યા છે.
અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની મહત્વની જાહેરાતો કરી છે. તેમણે કપાસ ઉત્પાદકતા રાષ્ટ્રીય મિશન, બિહારમાં મખાના બોર્ડ રચવાની અને કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા 6 વર્ષનાં મિશનની પણ જાહેરાત કરી. આ ઉપરાંત, ઓછી ઉપજ ધરાવતા દેશનાં 100 જિલ્લામાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના શરૂ કરવામાં આવશે.
નાણા મંત્રીએ જણાવ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઋણ માટેની મર્યાદા
3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ