કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2024-25 માટેનું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. આ સર્વેક્ષણમાં વર્ષ 2023-24નો વિકાસ દર 6.52 થી વધારીને વર્ષ 2024-25માં 7 ટકા થવાનું અનુમાન છે.
આર્થિક સર્વેક્ષણ પ્રમાણે વૈશ્વિક સ્તરે અસ્થિરતા છતાં પ્રાદેશિક પરિબળોને કારણે વર્ષ 2023-24માં આર્થિક વિકાસને બળ મળ્યું. આ સર્વેક્ષણમાં કહેવાયું છે કાપડ અને સેવા ક્ષેત્રે નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે. વધુમાં કહેવાયું છે કે GST સહિતના કર માળખામાં તબક્કાવાર થયેલા સુધારાઓને કારણે નોંધનીય પરિણામો મળ્યા છે. શ્રી સીતારમણે સર્વેક્ષણ રજૂ કરતા જણાવ્યું કે ભારતીય બજારોમા વિદેશી રોકાણમાં મહત્વપૂર્ણ વધારો થયો છે.
આર્થિક સર્વેક્ષણ નાણા મંત્રાલયના આર્થિક વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ મુખ્ય આર્થિક સલાહકાર પત્રકારોને સંબોધન કરશે.