સોળમાં કેન્દ્રીય નાણાપંચની ટીમ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. નાણાપંચના સભ્યો આવતીકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે.
આ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન નાણાપંચના સભ્યો વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે તેમજ શહેરી અને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ કરશે..
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:00 પી એમ(PM)