કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નવું આવક વેરા વિધેયક 2025 રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત અને સુધારવાનો છે. સુશ્રી સીતારમણે કહ્યું કે પ્રસ્તાવિત કાયદામાં, હાલના આવકવેરા કાયદાની તુલનામાં કલમો અને પ્રકરણોની સંખ્યામાં ઘટાડો કરાયો છે અને તેને સરળ બનાવવામાં આવ્યો છે, જેથી સામાન્ય નાગરિક તેને સરળતાથી સમજી શકે. તેમણે સ્પષ્ટતા કરી કે પ્રસ્તાવિત બિલમાં કલમોની સંખ્યા 536 છે, જ્યારે 1961ના આવકવેરા કાયદામાં 819 કલમો હતી. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત કાયદામાં શબ્દોની સંખ્યા હાલના કાયદા કરતા લગભગ અડધી છે. ત્યાર બાદ લોકસભાની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરાઇ છે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 5:48 પી એમ(PM) | નિર્મલા સીતારમણે
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નવું આવક વેરા વિધેયક 2025 રજૂ કર્યું
