ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 1, 2025 7:38 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં NDA સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં NDA સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું. અંદાજપત્રમાં મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમ તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાત કરવામાં આવી છે.
નાણા મંત્રીએ જાહેરાત કરી કે, નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરાનાં માળખા પ્રમાણે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે. 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરતાં પગારદાર વ્યક્તિની કુલ 12 લાખ 75 હજાર સુધીની વાર્ષિક આવક પર કોઇ વેરો નહીં લાગે.
સુશ્રી સીતારમણે નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરાનાં નવા માળખા દાખલ કર્યા, જે મુજબ ચાર લાખ રૂપિયાની આવક પર કોઈ વેરો નહીં લાગે. ચાર લાખથી આઠ લાખ રૂપિયાની આવક પર 5 ટકા અને 24 લાખથી વધુની આવક પર મહત્તમ 30 ટકા લેખે વેરો લાગશે. તેમણે કરમાળખા સુધારાને વિકસિત ભારતનાં લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં મહત્વનો સુધારો ગણાવ્યો. વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ