કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં પણ જરૂર હોય ત્યાં વિમાનમથક વિકસાવવા માટે સક્રિય છે. હૈદરાબાદમાં કેન્દ્રીય કોલસા ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે પત્રકારોને સંબોધતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ક્રાંતિકારી ઉડાન યોજન અંતર્ગત સરકારે દ્વિતીય અને તૃતીય સ્તરના શહેરોમાં વિમાનમથકો વિક્સાવ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તેલંગાણા રાજ્યના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં બીજું વિમાનથક વિકસાવવા માટે તૈયાર છે. રાજ્યમાં હાલ માત્ર એક જ કાર્યરત વિમાનમથક છે અને કેન્દ્રએ તાજેતરમાં વારંગલ નજીક મામનૂર વિમાનથકના વિકાસ માટે મંજૂરી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે ભદ્રાદ્રી નજીકના એરપોર્ટ માટે રાજ્ય સરકારે બતાવેલ સ્થળ પર ફરી એકવાર શક્યતા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.
Site Admin | માર્ચ 2, 2025 8:06 પી એમ(PM) | હૈદરાબાદ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં પણ જરૂર હોય ત્યાં વિમાનમથક વિકસાવવા માટે સક્રિય છે.
