ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 2:03 પી એમ(PM)

printer

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે. દિલ્હીમાં આવેલી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મનોવૈજ્ઞાનિક અને વર્તન પરીક્ષણ નિષ્ણાતોની એક ટીમ જરૂરી પરીક્ષણો માટે કોલકાતા પહોંચી છે. CBIએ સંજય રોયને પહેલા જ કસ્ટડીમાં લઈ લીધો છે.

દરમિયાન CBI દ્વારા આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની ગઈકાલે સતત બીજા દિવસે કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. CBIએ તેમની ફરીથી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ