કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ, સરકારે યુપીએસસીને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. યુપીએસસીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં 45 સંયુક્ત સચિવો, નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ પક્ષોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કેન્દ્રીય કાર્મિક અને લોક ફરિયાદ મંત્રી ડોક્ટર જીતેન્દ્ર પ્રસાદે યુપીએસસીના ચેરમેન પ્રિતી સુદાનને પત્ર લખીને જાહેરાત રદ કરવા જણાવ્યું હતું. દરમિયાન, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, લેટરલ એન્ટ્રીને અનામતના સિધ્ધાંતો સાથે સંલગ્ન કરવાનો નિર્ણય સામાજિક ન્યાય પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધિબધ્ધતા સૂચવે છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 11:16 એ એમ (AM)