કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું, પાણી બચાવવા માટે દેશમાં 8 લાખ 55 હજાર સ્ટ્રક્ચર બન્યા છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતેથી 27 હજાર 300 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરતાં શ્રી પાટીલે જણાવ્યું કે સુરત જિલ્લામાં 37 હજાર સ્ટ્રક્ચર બનાવાશે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.