કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતના ગોડાદરા ખાતે અંદાજિત ૨૩૦ કરોડ ૫૦ લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું.. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગ તેમજ રેલવે ઓવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજને જોડતો રેમ્પ, ફ્લાય ઓવરબ્રિજ મળીને ૧૭૧ કરોડ ૯૧ લાખના વિકાસ કાર્યો તેમજ અન્ય કામો સહિત ૨૩૦ કરોડથી વધુ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે કહ્યું કે, સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે. સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે. તેમણે ‘કેચ ધ રેઇન’ અભિયાન હેઠળ પાણીના સંગ્રહ માટે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા સૌને જણાવ્યું હતું.