ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 7:18 પી એમ(PM)

printer

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતથી રાજ્યના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો આજે શુભારંભ કરાવ્યો

સુરતથી ગુજરાતના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે કર્યો હતો. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ સેમી કન્ડક્ટર છે. ગુજરાતમાં આ પ્રકારના ઉત્પાદનો શરૂ થાય અને માત્ર દેશને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને સેમિ કન્ડક્ટર પૂરા પાડી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યના ઉદ્યોગ સાહસિકો આગળ આવી રહ્યા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ માત્ર ગુજરાતના આર્થિક વિકાસમાં જ ફાળો આપશે નહીં, પરંતુ રાજ્યને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગમાં વૈશ્વિક અગ્રણી તરીકે સ્થાપિત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ