કેન્દ્રીય ચૂંટણી પંચે મંગળવારે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજય વર્માને, મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. આઈપીએસ સંજય વર્મા 1990 બેચના અધિકારી છે અને હાલમાં કાયદા અને ટેકનિકલના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ એપ્રિલ, 2028 માં નિવૃત્ત થવાના છે અને મહારાષ્ટ્ર ડીજીપીના પદ માટે વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની યાદીમાં ટોચ પર હતા.
મહારાષ્ટ્રના પૂર્વ ડીજીપી રશ્મિ શુક્લાની ચૂંટણી પંચે પક્ષપાતી કામના આરોપો બાદ સોમવારે બદલી કરી હતી. આ સાથે ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ પાસેથી ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નામ માંગ્યા હતા. રાજ્ય સરકારના મુખ્ય સચિવે સંજય વર્મા, સંજીવ કુમાર સિંઘલ અને રિતેશ કુમારના નામ ચૂંટણી પંચને મોકલ્યા હતા. તેમાંથી સૌથી વરિષ્ઠ સંજય વર્માને મહારાષ્ટ્રના ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે