કેન્દ્રીય ચૂંટણી પંચે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. આ તબક્કામાં પુલવામા, અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવર અને ડોડા સહિતના 24 જેટલા જિલ્લાઓમાં 18 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે. જાહેરનામા પ્રમાણે આ બેઠકો માટે 27 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી બીજા દિવસે એટલે કે 28 ઑગસ્ટના રોજ થશે. ચૂંટણી પંચે ઉમેદવારી પત્ર પરત લેવાની તારીખ 30 ઑગસ્ટ નક્કી કરી છે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેની અંતિમ મતદાર યાદી આજે જાહેર કરાય તેવી શક્યતા છે. જેમાં મતદારોની સંખ્યા અંદાજે 90 લાખ હોવાની ધારણા છે. સીમાંકનની કવાયત અને વિધાનસભા બેઠકોની સંખ્યા 83થી વધીને 90 થવાને કારણે અનેક વિધાનસભા મતવિસ્તારોની સરહદો બદલવામાં આવી છે, જેને જોતા આ વખતે મતદાર યાદી અને મતાદારોની વિગતોનું વિશેષ મહત્વ રહેશે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 2:29 પી એમ(PM) | જાહેરનામુ